Home> Entertainment
Advertisement
Prev
Next

આવી ગયું છે પ્રભાતની Saahoનું ધમાકેદાર teaser, જોવા કરો ક્લિક...

બાહુબલીની વિશાળ સફળતા બાદ અભિનેતા પ્રભાસ હવે પોતાની આગામી ફિલ્મ સાહો સાથે ફેન્સને મનોરંજન પુરૂ પાડવા માટે તૈયાર છે. 

આવી ગયું છે પ્રભાતની Saahoનું ધમાકેદાર teaser, જોવા કરો ક્લિક...

મુંબઈ : બાહુબલીની વિશાળ સફળતા બાદ, અભિનેતા પ્રભાસ હવે પોતાની આગામી ફિલ્મ સાહો સાથે ફેન્સને મનોરંજન પુરૂ પાડવા માટે તૈયાર છે. ''સાહો''ના નિર્માતાઓએ તાજેતરમાં જ મેકિંગ ઝલક બતાવતાં ''શેડ્સ ઓફ સાહો''ની શૃંખલાની રિલીઝ કરી હતી અને હવે ફિલ્મ 'સાહો'નું ટ્રેલર રિલીઝ કરવામાં આવ્યું છે. આ ફિલ્મ એક સ્પાઇ ડ્રામા ઉપર છે, જેમાં દર્શકોને હચમચાવી દે તેવા એક્શન સીન્સ જોવા મળશે. આ ફિલ્મમાં શ્રદ્ધા અને પ્રભાષની સાથે-સાથે ‘સોહા’માં નીલ નિતિન મુકેશ, જેકી શ્રોફ અને મહેશ માંજરેકર પણ જોવા મળશે. 

પ્રભાસની ફિલ્મ સાહો તામિલ, તેલુગુ તેમજ હિન્દી ફિલ્મમાં એકસાથે રિલીઝ થશે અને એને 150 કરોડ રૂપિયાના બજેટમાં બનાવવામાં આવી છે. ડિરેક્ટર સુજિતની આ ફિલ્મમાં નીલ નીતિન મુકેશ, જેકી શ્રોફ, મહેશ માંજરેકર, ટીનુ આનંદ અને મંદિરા બેદી પણ મહત્વના રોલમાં જોવા મળશે. આ ફિલ્મ 15 ઓગસ્ટે રિલીઝ થશે અને એનો સામનો જોન અબ્રાહમની બાટલા હાઉસ સાથે થશે. 

અભિનેતા પ્રભાસે ફિલ્મ માટે ખૂબ મહેનત કરી છે તેના માટે પ્રભાસે 7 થી 8 કિલો વજન ઘટાડ્યું છે. ફિલ્મમાં વજન ઘટાડવા માટે પ્રભાસ માટે એક વિશેષ ડાઇટ પ્લાન બનાવવામાં આવ્યો હતો, સાથે જ અભિનેતાએ જિમમાં પણ પરસેવો પાડ્યો છે. બહુ મોટા બજેટમાં બની રહેલી આ ફિલ્મમાં સ્પેશિયલ બાઇક અને કારનો ઉપયોગ કરવામાં આવ્યો છે. પ્રભાસને આ કાર અને બાઇક એટલા પસંદ પડી ગયા છે કે તે એેને પોતાના ઘરે લઈ ગયો છે. 

બોલિવૂડના સમાચાર જાણવા માટે કરો ક્લિક...

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More